Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા રોટા વાયરસની રસી આપવાની શરૂઆત

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા રોટા વાયરસની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેની શરૂઆત દમણ, દીવ અને દાદરા નગર હવેલીના આરોગ્ય સચિવ ઍસ.ઍસ.યાદવે કરાવી હતી. અને 200 જેટલા બાળકોને આ રસી આપવામાં આવી હતી. આરોગ્ય નિયામક ડો.વી.કે.દાસ દ્વારા રોટા વાઇરસ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ નવજાત શિશુની માતા ને બધાઈ કીટ આપવામાં આવી. જેમાં બાળક માટે ટોપી,કપડાં,રમકડાં સહિતની વસ્તુઓનો સમાવેશ થતો હતો. સાથે જ ,દમણની આશા વર્કર્સને આગવી ઓળખ મળે તે માટે ડ્રેસકોડ તરીકે એકસરખી સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

    કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે રોટા વાઇરસની રસી વિશે જિલ્લા કક્ષાની ની ટ્રેનિંગ યોજાઈ હતી. આ પ્રસંગે આરોગ્ય અધીકારીએ જણાવ્યું હતું કે દીવ જિલ્લામાં જુલાઈ માસના પ્રથમ સપ્તાહથી રોટા વાઇરસની રસી આપવામાં આવશે. આ રસી દ્વારા બાળકોમાં થનાર ગંભીર પ્રકારના ઝાડા ઉલટીની બીમારીને અટકાવી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply