Skip to main content
Settings Settings for Dark

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ચોરવાડમાં ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસની મુલાકાત લેશે

Live TV

X
  • જૂનાગઢના ચોરવાડ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે..રિલાયન્સ પરીવારના મોભી ધીરૂભાઇ અંબાણીના મુળ વતન ચોરવાડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસની મુલાકાત તેમજ રેસ્ટ હાઉસનું ઉદઘાટન સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.

    આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢના ચોરવાડ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે..રિલાયન્સ પરીવારના મોભી ધીરૂભાઇ અંબાણીના મુળ વતન ચોરવાડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસની મુલાકાત તેમજ રેસ્ટ હાઉસનું ઉદઘાટન સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત રીલાયન્સ ફાઉન્ડેશનના નિર્માતા ચોરવાડના વતની સ્વ.ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ તથા મેડીકલ સેન્ટર નિહાળી કોકીલા ધીરજધામનું મંગલચરણ કોકીલાબેન અંબાણી તથા પરીમલભાઇ નથવાણી ની ઉપસ્થિતીમાં કરનાર છે. આ તકે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જીલ્લા કક્ષાએ મેડીકલ કેમ્પ તથા લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ વિનયમ મંદિર ગ્રાઉન્ડમાં યોજાનાર છે જેમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.મુખ્યમંત્રીના આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની દેખરેખ હેઠળ વહીવટી તંત્ર તથા સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહીતના સેવાભાવી લોકો અને જીલ્લા-તાલુકા સંગઠન કામે લાગેલ છે. ચોરવાડ પ્રવાસન ધામ હોય અને સ્વ.જીવનલાલ શાહ તથા સ્વ.વિરેનભાઇ શાહ, સ્વ.ધીરૂભાઇ અંબાણીના માદરે વતન હોય ત્યારે રાજયના તમામ મુખ્યમંત્રીઓ તેમના સમયમાં ચોરવાડ ગામે આવી ચુકેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply