Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે તેજસ ટ્રેન, વિસ્તારથી જાણો અત્યાધુનિક સુવિધાઓ વિશે

Live TV

X
  • વાતાનુકુલિત ટ્રેન અને ટ્રેન 736 પેસેન્જરની ક્ષમતા , IRCTC વેબસાઈટ, IRCTC રેલ કનેક્ટ મોબાઈલ એપ પર બુકિંગ ઉપલબ્ધ, તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે

    અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થઈ રહેલી ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ આજથી દોડતી થઈ છે.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી તેજસ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ ટ્રેનને કુલ છ સ્ટોપેજ આપવામાં આવ્યા છે...તેજસ એક્સપ્રેસના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી પીયુષ ગોયલનો  આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલ્વેનો વિકાસ થઇ રહ્યો છે. તેમને  વધુમાં ઉમેર્યું  હતુ કે લોકોને સુવિધા આપવી સરકારની પ્રાથમિકતા છે. તેમને કહ્યું  કે રેલ્વે સ્ટેશનો પર વાઇફાઇની સુવિધા પણ અપાશે તેમજ ગાંધીનગર રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવાશે. તો રેલ્વેના પ્રયાસથી  અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે 

    મુંબઇ-અમદાવાદ રૂટ પર ચાલશે તેજસ એક્સપ્રેસ
    અમદાવાદથી પ્રસ્થાન કરતી વખતે ટ્રેન નંબર 82902 રહેશે.
    મુંબઇથી પરત આવતા ટ્રેન નંબર 82901 હશે.
    તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 કલાકે ઉપડશે અને બપોરે 1.10 કલાકે મુંબઈ પહોંચશે
    મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩.40 ઉપડશે અને રાત્રે ૯.૫૫ કલાકે અમદાવાદ પહોંચશે
    ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં ટ્રેન છ દિવસ દોડશે
    નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી ખાતે  આ ટ્રેન રોકાશે 
    તેજસ ટ્રેન માટે 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે

    તો તેજસ ટ્રેનની સુવિધાઓ વિશે વાત કરીએ તો......

    તેજસ ટ્રેનમાં મળશે અદભૂત સુવિધાઓ
    વાતાનુકુલિત ટ્રેન અને ટ્રેન 736 પેસેન્જરની ક્ષમતા 
    IRCTC વેબસાઈટ, IRCTC રેલ કનેક્ટ મોબાઈલ એપ પર બુકિંગ ઉપલબ્ધ
    તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે
    ઈન્ફોટેનમેન્ટ, એથનીક ક્યુઝીન અને શોપિંગ વગેરે ફ્લાઈટ જેવી ઓનબોર્ડ સેવાઓ રહેશે ઉપલબ્ધ
    તત્કાલ ક્વોટા કે પ્રિમિયમ તત્કાલ ક્વોટા નહી, માત્ર જનરલ ક્વોટા અને ફોરેન ટુરિસ્ટ ક્વોટા રહેશે
    તમામ મુસાફરો માટે 25 લાખનો ફ્રી ટ્રાવેલ વીમાનો લાભ IRCTC દ્વારા અપાશે
    ટ્રેન એક કલાક લેટ થશે તો ગ્રાહકોને 100 રૂપિયા વળતર અપાશે
    ટ્રેન બે કલાકથી વધુ મોડી થશે તો 250 રૂપિયા વળતર મળશે.
    દરેક કોચમાં RO વોટર ફિલ્ટર  સુવિધા  
    દરેક મુસાફરોને પીવાના પાણીની પેકેજ્ડ બોટલ પણ આપવામાં આવશે

    તેજસ ટ્રેન શરૂ થવાથી મુંબઈથી અમદાવાદ સુધીના મુસાફરોને સુવિધાસભર મુસાફરીનો મોટો લાભ મળતા આનંદની લાગણી છવાઈ ગઈ છે..આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, સાંસદ હસમુખભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply