આજે મુખ્યમંત્રી સુરેન્દ્રનગરમાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Live TV
-
૪૩.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું, રૂપિયા ૨૭.૪૫ કરોડના ખર્ચે નવા બનાવાયેલ આવાસોનું તેમજ રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા પંડીત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલને લોકાર્પિત કરવામાં આવશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું, રૂપિયા ૨૭.૪૫ કરોડના ખર્ચે નવા બનાવાયેલ આવાસોનું તેમજ રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા પંડીત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલને લોકાર્પિત કરવામાં આવશે,.ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ, આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા આવાસો તથા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલનો લોકાર્પણ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં યોજાયો છે