Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 19 ઓક્ટોબરથી 6 દિવસ ઉઝબેકિસ્તાનના પ્રવાસે

Live TV

X
  • ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું મુખ્યમંત્રી રૂપાણી કરશે ઉદ્ધાટન

    ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી 19 ઓક્ટોબરથી ઉઝબેકિસ્તાનનાં પ્રવાસે જઇ રહ્યા છે. મુખ્યમંત્રી 40 જેટલા ઉદ્યોગપતિ અને 10 જેટલા અધિકારીઓ સાથે ઉઝબેકિસ્તાનનાં અધિકારીક પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત યોજશે. ઉઝબેકિસ્તાનમાં મુખ્યમંત્રી સાથે ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. જેથી ઉઝબેકિસ્તાન સાથે વિવિધ કરાર થશે.19મીએ  સવારે 6 વાગે મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન જવા રવાના થશે.23મીએ ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ સાથે મુખ્યમંત્રી રૂપાણી ઉર્જા સહિત વિવિધ મુદ્દે વાતચીત કરશે. આ ઉપરાંત બિઝનેસને લઇને કરાર પણ કરશે.

    ગુજરાતના ઘણાં બિઝનેસમેનોએ ઉઝબેકિસ્તાનમાં વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા રસ દાખવ્યો છે.   ઉઝબેકિસ્તાનમાં શેરીઓના નામ પણ સરદારના નામ રાખવા નક્કી કરાયુ છે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રશિયા ઉઝબેકિસ્તાનની ઉચ્ચસ્તરીય ડેલિગેશનમાં જે બિઝનેસમેન જોડાઈ રહ્યાં છે. તેમાં એસોચેમના નેશનલ પ્રેસિડેન્ટ અને વેલસ્પન જૂથના વડા બાલક્રિñ ગોયન્કા, એસોચેમ ગુજરાતના કો-ચેરમેન અને વેલસ્પનના ચિંતન ઠકકર, રિયાલન્સમાંથી કેપ્ટન મહાજન, સૌરભ અગ્રવાલ, કિરી ડાઈજના મીનીષ કિરી, અદાણી જૂથમાંથી સૌરીન શાહ, દેવ આઈટીના જૈમીન શાહ, ધારાસભ્ય હર્ષ સંઘવી, હોકકોના પ્રદીપ ચોના, વિપુલ ઠકકર, કની પંડયા, અક્ષર ટ્રાવેલ્સના મનીષ શમાર્, પ્રણવ જોશી, જગદીશ ડોલરિયા, પંકજ લોધિયા, જીજીઈપીસીના ગુજરાત રિજનના હેડ દિનેશ નાવડિયા, રાજેશ મજીઠિયા, નિશાંત મજીઠિયા, સંજય શાહ, સંદિપ દવે, સૌરભ સાંન્યાલ, કની પંડયા, પ્રણવ જોશી, સંજય શાહ, સંદિપ દવેનો સમાવેશ થાય છે.કૃષિ અને સહકાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેઠરી પૂનમચંદ પરમાર, ચીફ મિનિસ્ટર આેફિસ અને ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી એમ.કે.દાસ, ટુરિઝમ સેક્રેટરી મમતા વમાર્, ઈન્ડસ્ટીઝ કમિશનર રાહુલ ગુપ્તા, ઈન્ડેક્ષ્‍ટ-બીના એમ.ડી.નિલમ રાની, એગ્રા ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી કે.એસ.રંધાવા, ચીફ મિનિસ્ટર ઓફિસના ઓએસડી ડીએચ શાહ, ઈન્ડેક્ષ-બીના જનરલ મેનેજર આદિત્ય સિંઘ, કેપીએમજીના ડિરેકટર સોનલ વાઘેલાનો પણ પ્રતિનિધિમંડળમાં સમાવેશ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply