આણંદમાં ગુજરાતની પ્રથમ હરોળની રાઈફલ શુટિંગ રેન્જનો પ્રારંભ
Live TV
-
ઘર આંગણે આ સુવિધા ઉપલબ્ધ થતાં રાઈફલ શુટિંગના ખેલાડીઓને મળશે વિશેષ લાભ જેનાથી ખેલાડીઓને શૂટિંગ પ્રેક્ટિસ માટે નહીં જવું પડે દૂરના શહેરોમાં
આણંદ ખાતે એન એસ પટેલ આર્ટસ કોલેજ ખાતે આજે કેન્દ્ર સરકાર, યુજીસી અને એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ હરોળની એક શુટીંગ રેંજનુ ઉધાટન કરવામાં આવ્યું હતું. છેલ્લા એકાદ દાયકાથી ગુજરાતના વિધાર્થીઓએ શુટીંગ સ્પર્ધામાં નેશનલ અને ઇંટરનેશન લેવલ સુધીની નામના મેળવી છે જેમાં લજ્જા ગોસ્વામીએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ વિસ્તારમાં કોઇ સારી શુટીંગ રેંજ ના હોવાના કારણે વિધાર્થીઓ ને પ્રેક્ટીસમાટે દલ્હી,વડોદરા અથવા પૂના સુધી જવું પડતુ હતુ. આ કારણે વિદ્યાર્થીઓના અભ્યાસનું નુકસાન થતું હતું તેમજ સમય અને પૈસા ખર્ચાતા હતા. આણંદમાં શૂટીંગ રેન્જની સુવિધા મળતા રાઇફલ શુટીંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ સુવિધાને આવકારી છે