Skip to main content
Settings Settings for Dark

આજે વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલ અને Deputy CM હર્ષ સંઘવીના હસ્તે ‘ખેલ મહાકુંભ 2026’નો પ્રારંભ થશે

Live TV

X
  • ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010માં રોપાયેલું રમતગમતનું વૃક્ષ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. રાજ્યના યુવાનોમાં રમતો પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારનાર ‘ખેલ મહાકુંભ 2026’ નો ભવ્ય શુભારંભ આજે વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે, જેમાં રમતગમત રાજ્ય મંત્રી જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે.

    ગુજરાતમાં રમતગમતની પ્રતિભાને નિખારવા માટે યોજાતો ‘ખેલ મહાકુંભ-2026’ આ વર્ષે અભૂતપૂર્વ વ્યાપ સાથે નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને રાજ્યભરમાંથી 76 લાખથી વધુ રમતવીરોએ આ મહાકુંભમાં ઉત્સાહભેર નોંધણી કરાવી છે, જે તેની શરૂઆતથી આજદિન સુધીની સૌથી મોટી ભાગીદારી છે. આગામી 21 જાન્યુઆરી, 2027 સુધી ચાલનારી આ સ્પર્ધાઓમાં 39 જેટલી વિવિધ રમતો રમાશે, જેમાં 45.43 લાખ ભાઈઓ અને 30.58 લાખ બહેનો સહભાગી થઈને પોતાની ખેલપ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી અપ્રતિમ રમત પ્રતિભાને શોધીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનું એક સશક્ત પ્લેટફોર્મ છે. યુવાનોમાં શારીરિક સ્વાસ્થ્ય અને રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ થયેલા આ મહોત્સવમાં વર્ષ 2010ના પ્રથમ વર્ષની 16.50 લાખની સરખામણીએ આજે 76 લાખ નોંધણી સાથે નવો ઈતિહાસ રચાયો છે.

    ખેલ મહાકુંભની વિશેષતાઓ

    • કોઈ વયમર્યાદા નહીં: આ સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા/મહાનગરપાલિકા, ઝોન અને રાજ્ય કક્ષાએ યોજાશે. જેમાં 9 વર્ષથી નીચેના બાળકોથી લઈને 40,50 અને 60 વર્ષથી વધુ વયના નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
    • દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ તક: શારીરિક રીતે સક્ષમ ન હોય તેવા ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા બતાવી શકે તે માટે ૨૧ કેટેગરીમાં ૨૫ જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
    • પારદર્શક રોકડ પુરસ્કારો: વિજેતા ખેલાડીઓ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ DBT / RTGS દ્વારા પારદર્શક રીતે રોકડ પુરસ્કારોનું વિતરણ કરાશે.

    આ ભવ્ય આયોજન ગુજરાતના યુવાનોને માત્ર શારીરિક રીતે સક્ષમ જ નહીં, પરંતુ ભવિષ્યના રાષ્ટ્રીય અને વૈશ્વિક વિજેતાઓ તરીકે તૈયાર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply