Skip to main content
Settings Settings for Dark

મહેસૂલી કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારનું હકારાત્મક વલણ

Live TV

X
  • ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને ચાલી રહેલી હડતાલના સંદર્ભમાં ગઇકાલે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

    કર્મચારી મંડળની ગ્રેડ-પે અંગેની મુખ્ય માંગણીના કાયમી ઉકેલ માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. આ કમિટી અન્ય વિભાગો સાથે સંકલન સાધીને પ્રશ્નોનો દૂરોગામી ઉકેલ લાવશે.

    મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, નાગરિકોની દૈનિક કામગીરીમાં અડચણ ન પડે અને જનહિત જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે હંમેશા હકારાત્મક અભિગમ અપનાવ્યો છે, જેને કર્મચારી મંડળના અગ્રણીઓએ પણ આવકાર્યો છે. નિયમિત સંવાદ ભવિષ્યમાં પણ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર કમિટી સ્તરે નિયમિત સંવાદ જાળવી રાખવા માટે હંમેશા તત્પર રહેશે. સરકારના આ પ્રજાહિતલક્ષી અને સકારાત્મક અભિગમના પરિણામે કર્મચારી મંડળ અને સરકાર વચ્ચે સુમેળભર્યા વાતાવરણમાં સાર્થક ચર્ચાઓ સંપન્ન થઈ હતી.

    આ મહત્વપૂર્ણ બેઠકમાં સેટેલમેન્ટ કમિશ્નર આર્દ્રા અગ્રવાલ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહેસૂલી કર્મચારી મંડળના હોદ્દેદારો—પ્રમુખ વિજય રાવલ, મહામંત્રી પંકજ દેસાઈ, ઉપપ્રમુખ  પંકજ પરમાર, સંગઠન મંત્રી સંજય પ્રજાપત અને ખજાનચી રાજ એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply