આજે હનુમાન જયંતી પર્વની રાજ્ય સહિત દેશભરમાં થઈ રહી છે ઉજવણી
Live TV
-
આજે હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, રાજ્યના હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભીડ
સાળંગપુર હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે મંગળા આરતી બાદ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો, 251 કિલોની કેક ધરાવીને સંતોએ દાદાનો જયઘોષ કર્યો, વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને શીશ ઝુકાવી પ્રાર્થના કરી તો 400 ભક્તોએ ભવ્ય મારુતિ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર કર્યા. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા.
દીવમાં હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, સવારે મહાઆરતી બાદ મહાપ્રસાદ અને ભજન કીર્તનનું આયોજન કરાયું.
ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનો હનુમાન યાગ સંકલ્પ, 311 પૈકીના 101 મંદિર તૈયાર થતા આજે હનુમાન જ્યંતિ નિમિત્તે મંદિરમાં ઉજવણી કરાઈ. હનુમાન ચાલીસા, રામધૂન, પ્રસાદ અને ભંડારાનું આયોજન.
બેટ દ્વારકામાં પૂર્વ દિશાએ આવેલ દાંડી હનુમાન મંદિર અને મકરધ્વજજીના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યું, દર્શનાર્થીઓની ભારે ભીડથી અને "શ્રી રામ જય રામ જય જય રામ"થી ગુંજી ઉઠ્યું મંદિર, પ્રાગટ્ય આરતી બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન તથા સમુહ પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું.
છોટાઉદેપુરના ઝંડ હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમ અને હનુમાન જ્યંતી નિમિત્તે મેળો યોજાયો, આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ દાદાનાં દર્શનનો લાભ લીધો, એક શિલામાંથી કોતરાયેલી 18 ફૂટ ઊંચી ઝંડ હનુમાનજી મૂર્તિના દર્શન કરવા રાજ્ય સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાથી પણ લાખો શ્રદ્ધાળુઓની ભારે ભીડ.
જામનગરના શ્રી બાલ હનુમાન સંકીર્તન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી, મંદિરે દિવસ રાત 365 દિવસ શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન ચાલે છે તો આજના દિવસે મંદિરમાં અન્નકૂટ, મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું.