આજે 50મો વિશ્વ પર્યાવરણ દિવસઃ જાણો કેમ ઉજવાય છે પર્યાવરણ દિવસ અને તેનું મહત્વ
Live TV
-
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે આપણી પૃથ્વી પર રહેલી પ્રકૃતિક સંપદાની જાળવણી અને સંભાળ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે.
આ વર્ષે આપણે 50મો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છીએ. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરુઆત વર્ષ 1973થી કરાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રોના પર્યાવરણ કાર્યક્રમ હેઠળ વર્ષ 1973ની 5મી જુને સ્ટોકહોમ કોન્ફરન્સ મળી હતી. ત્યાર પછીથી દર વર્ષે 5મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષના વિશ્વ પર્યાવરમ દિવસની થીમ પ્લાસ્ટીકના પ્રદૂષણ પર કાબુ લાવવા પર રખાઈ છે અને તેના અભિયાનનું નામ ''બિટ પ્લાસ્ટીક પોલ્યુશન'' એટલે કે ''પ્લાસ્ટિકના પ્રદૂષણને હરાવો'' રખાયું છે. આજના આ દિવસે ઘણી સરકારી અને NGO સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અને પ્રકૃતિની જાળવણી માટે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો પણ યોજાશે.