આજે GPSC વર્ગ 1 અને 2 માટે પરીક્ષા
Live TV
-
1.68 લાખ ઉમેદવારો પરીક્ષામાં બેસશે
જાહેર સેવા આયોગ દ્વારા આજે રાજ્યભરમાં પરીક્ષા લેવામાં આવી રહી છે...જે અંતર્ગત વર્ગ 1 અને વર્ગ 2 માટે યોજાનારી પરીક્ષામાં ગુજરાતના કુલ 1 લાખ 68 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. મહત્વનું છે કે GPSC દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું છે.જે અંતર્ગત વહીવટી સેવામાં વર્ગ 1 માટે પરીક્ષા યોજાશે તો ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી ક્લાસ 2 માટે આ પરીક્ષા લેવાઈ રહી છે... આમ રાજ્યના 32 જિલ્લાઓના 664 પેટા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી રહી છે.પ્રથમ તબક્કે સવારે 10 થી 1 કલાક સુધી પરીક્ષા યોજાશે, ત્યારબાદ બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી આ પરીક્ષા લેવામાં આવશે. નોંધપાત્ર છે કે ક્લાસ 1 માટે કુલ 47 જગ્યા તો ક્લાસ 2 માટે 54 જગ્યા પડી છે. આમ કુલ 101 જગ્યા માટે ઉમેદવારો આજે પરીક્ષા આપશે.પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સીસીટીવી કેમેરા અને પૂરતી સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે..એક બ્લોકમાં 24 ઉમેદવારો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે..