આજે શરદ પૂર્ણિમા, વાલ્મિકી જયંતિની પણ ઉજવણી, PMએ પાઠવી શુભેચ્છા
Live TV
-
આજના દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલો જોવા મળશે
આખા દેશમાં આજે ધૂમધામથી વાલ્મિકી જયંતિની ઉજવણી થઈ રહી છે. અને દરેક સ્થળે તેમના જીવનની વિવિધ ઝાંખીનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું છે. આસો માસની પૂનમના દિવસે મહર્ષિ વાલ્મિકીનો જન્મદિવસ એટલે કે વાલ્મિકી જયંતિ ઉજવવામાં આવે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મિકી જયંતિ પર મહર્ષિ વાલ્મિકીના મહાન આદર્શો અને વિચારોને યાદ કર્યા હતા.પીએમે દેશવાસીઓને વાલ્મીકી જયંતિની શુભેચ્છા પાઠવતા લખ્યુ છે કે મહર્ષિ વાલ્મીકીના મહાન વિચારો આપણી ઐતિહાસિક યાત્રાના પાયારૂપ બીજ છે..જેના પર આપણી પરંપરા અને સંસ્કૃતિ પ્રકાશિત અને દેદિપ્યમાન થઈ રહી છે..સામાજિક ન્યાયના પ્રકાશ સ્તંભ રહેલા વાલ્મીકીના સંદેશ આપણા સૌને પ્રેરિત કરતા રહેશે..
તો આજે શરદ પૂનમની પણ ઉજવણી
વિક્રમ સંવતનાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાએ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ પૂનમને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે. આંખનું તેજ વધે છે તેવી માન્યતા છે.