સુરત-All India Mayor Council સેમિનાર CMના હસ્તે ખુલ્લો મૂકાયો
Live TV
-
મેયરોને વધુ સત્તા મળે તે માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે - સીએમ
સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસીય All India Mayor Council સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુઘડ શહેરોની સાથે પર્યાવરણની સ્થિતિ પણ જળવાઈ રહે તે રીતે, સુનિયોજીત શહેરોનો વિકાસ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મેયરોને વધુ સત્તા મળે તે માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે. ઉપસ્થિત મેયરોને સુશાસન દ્વારા જનાધાર હાંસલ કરવાની શીખ આપતા મુખ્યમંત્રીએ લઘુતમ સાધનોનો મહત્તમ અને કરકસર પૂર્વક ઉપયોગ કરવો, એ Good Governance ની નિશાની હોવાનું જણાવ્યું હતું