Skip to main content
Settings Settings for Dark

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • અમદાવાદ વિમાની મથક ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું

    ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા છે. અમદાવાદ વિમાની મથક ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.

    આ મુલાકાત દરમિયાન તેઓ કોબા ખાતેના જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજભવનમાં અધિકારીઓ સાથે બેઠક યોજશે. 13મીએ બપોરે તેઓ દિલ્હી રવાના થશે.રાષ્ટ્રપતિ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરી આવતીકાલે સવારે પીએમ મોદીના માતા હીરાબાની મુલાકાત કરશે. મહત્વનું છે કે આવતીકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply