આણંદના બોરસદમાં 4 કલાકમાં 13 ઈંચ વરસાદ, દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને ભારે નુકસાન
Live TV
-
રાજ્યમાં ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાતને ધમરોળ્યું. આણંદના બોરસદમાં આભ ફાટ્યું હતું. બોરસદમાં માત્ર 4 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના તિલકવાડામાં 7 ઈંચ, ભરૂચમાં સાડા 5 ઈંચ, છોટાઉદેપુરના નસવાડીમાં સાડા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઈ જતા, વેપારીઓને ભારે નુકસાન થયું.
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 48.62 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 75.29 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે, રાજ્યના 50 ડેમો હાઈએલર્ટ પર છે. જૂનાગઢનો ઓઝત-2 ડેમ સંપૂર્ણ ભરાતા 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. તો આણંદના બોરસદમાં બે કલાકમાં જ આઠ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે
