Skip to main content
Settings Settings for Dark

સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ જ્યારે પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ નોંધાયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8-8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 7 ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.                    
     
    રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.24 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને  પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

    જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ 10 તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકાઓમાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

    આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચિખલી, માંડવી, ચૌર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ 10 તાલુકામાં ચાર-ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડીયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ 12 તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાલીયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, ડેડીયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સુત્રાપાડા મળીને કુલ 13 તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.                                                       

    અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ, મેઘરજ, કુકાવાવ વાડિયા, રાજુલા, ઓલપાડ, થાનગઢ, નેત્રંગ, દસક્રોઈ, લાલપુર, ભાભર, અંકલેશ્વર, મહુવા – ભાવનગર, ઉના અને ટંકારા મળીને કુલ ૧૪ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ઉમરગામ, મહેમદાવાદ, ભૂજ, લાખાણી, પોરબંદર, ભરૂચ, કુતિયાણા, જાફરાબાદ, કાલાવડ, અને ધ્રોલ મળીને કુલ 10 તાલુકાઓમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ, ધારી, ગોંડલ, સુઈગામ, દેત્રોજ-રામપુરા, બાવળા, શંખેશ્વર, અમરેલી, મૂળી, સિદ્ધપુર, અબડાસા, મોરબી, આંકલાવ, મહુધા, વઢવાણ, સાયલા, માળિયા, ધાનેરા, બાયડ, વસો અને બોરસદ મળીને કુલ 21 તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.                     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply