આણંદના વઘાસી ગામના ખેડૂતે વેસ્ટ માંથી બેસ્ટ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Live TV
-
સામાન્ય રીતે ખેડૂતો સિઝન પ્રમાણે ખેતી કરતા હોય છે પરંતું કોઈક વાર ખેતીમાં રોગ કે કમોસમી વરસાદ આવવાને કારણે પાક નિષ્ફળ જતો હોય છે.અને પાક નિષ્ફળ જવાથી ખેડુતોની હાલત કફોડી બનતી હોય છે. પરંતું આ વાતને લઈને રાજ્ય સરકાર ખેડુતો માટે ખૂબ સંવેદનસીલ છે. અને ખેડુતોની આવકમાં
કઈ રીતે વધારો કરી સકાય તેનું પણ પૂરતું ધ્યાન રાખી રહી છે. જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના હીતને ધ્યાનમાં રાખી ઓઇલ પામની ખેતી કરાવવા માટે કઈ કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પણ આપવામાં આવી છે.તેમાની એક કંપની દ્વારા વઘાસી ગામના મનહરભાઈ પટેલેને તેમના ખેતરમાં 16 વિગામા ઓઈલ પામની ખેતી કરી છે મનહરભાઇ પટેલ ૧૩ વર્ષથી ઓઈલ પામની ખેતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઓઈલ પામની ખેતીમાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી તથા આ ખેતીને ભૂૂડ, નીલગાય જેવા પ્રાણીઓ પણ નુંકસાન કરતા નથી. તથા પામના વેસ્ટ પાનમાંથી ખાતર પણ તૈયાર થાય છે. મનહરભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ઓઇલ પામની ખેતીમાં તેઓ દર વર્ષ ૧o લાખ રૂપિયાથી વધુ આવક મેળવી રહયા છે.
