Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ

Live TV

X
  • પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ- પરંતુ જન સેવા-લોકહિતમાં થયેલા વ્યાપક કામો રાજ્ય સરકાર પ્રસ્તુત કરશે

    મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વમાં પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર ઉજવણી નહી પરંતુ,  જન સેવા લોકહિતના કામો પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” નારા હેઠળ  કાર્યક્રમો યોજાશે.  આ માટે 1 લી ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન વિવિધ દિવસો યોજાશે. જેમાં તારીખ ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, ૨ ઓગસ્ટ સંવેદના દિવસ, ૩ ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, ૪ ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, ૫ ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટ રોજગાર દિવસ, ૭ ઓગસ્ટ વિકાસ દિવસ, ૮ ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાશે. તા. ૩ જી ઓગષ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ’ અન્વયે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.   તા.૧ ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ અન્વયે શિક્ષણના વિકાસકાર્યો- ગુણવત્તા સભર અને અદ્યતન સુવિધા યુકત શિક્ષણના લાભ-સહાય માટે  રૂ. ૩૨૩ કરોડની ફાળવણી કરાશે. તારીખ 2 ઓગસ્ટના રોજ સંવેદના દિવસે નાના-ગરીબ-વંચિત લોકો પ્રત્યેની સંવેદના સાથે પ૦૦ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોમાં લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે ..રાજ્યના પ૦ હજારથી વધુ યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારી અંગેના નિમણૂંક પત્રો તા. ૬ ઓગસ્ટ રોજગાર દિવસે અપાશે. આમ અલગ અલગ દિવસે અલગ વિકાસના કામો અને પ્રજાલક્ષી આયોજન કરાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply