આણંદની ઝવેરી હોસ્પિટલ ખાતે વિશ્વ ઝુનોસીસ દિવસની કરાઇ ઉજવણી
Live TV
-
કેમ્પમાં ડોગનું જનરલ મેડિકલ ચેકઅપ, કૃમીનાશક દવા(ડિવોર્મીંગ) જુદા જુદા ઝુનોટીક રોગોની માહિતી આપી પુસ્તકોનુ વિતરણ કરવામાં આવ્યું
વેટરનરી ક્લીનીકલ કોમ્પ્લેક્ષ, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે વર્લ્ડ ઝુનોસીસ દિવસની(Word Zoonoses Day) ઉજવણી ઝવેરી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. જેમો ૮૫ શ્વાન/ડોગ ને હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccination) કરવમાં આવ્યું હતું.
આ કેમ્પમાં ડોગનું જનરલ મેડિકલ ચેકઅપ, કૃમીનાશક દવા(ડિવોર્મીંગ) જુદા જુદા ઝુનોટીક રોગોની માહિતી આપી પુસ્તકોનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં પેટ/ડોગ રાખતા માલિકોને ઝૂનોસીસ રોગો વિષે માહિતી વિશેષ આપી હતી. આ રસીકરણ કેમ્પને આચાર્ય, વેટરનરી કોલેજ, આણંદ ડૉ. એમ.એન. બ્રમભટ્ટ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને તેમની સાથે જુદા જુદા વિભાગના પ્રાધ્યાપકઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનું સંપૂર્ણ આયોજન અને સંચાલન ઝવેરી હોસ્પિટલ (વીસીસી) ના વડા ડૉ.કે.કે. હડિયા તેમજ ડૉ. નેહા રાવ, ડૉ. જે.જે. પરમાર, ડૉ.ડી.બી. સાધુ અને ડૉ. આદિત્ય શાહ સહિત સર્વે કર્મચારીઓ દ્વારા ઉત્સાહભર કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ઇંડિયન ઇમ્યુનોલોજી અને ઇંસ્ટાસ કંપનીનો આર્થિક સહકાર મળેલ હતો જે બદલ વેટરનરી કોલેજ દ્વારા આભાર વ્યક્ત કરે.
