રાજયપાલની નીમણુંકના નિર્ણયને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આવકાર્યો
Live TV
-
મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે મંગુભાઇ પટેલની નીમણુંક થતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે શુભેચ્છા પાઠવી. 8 રાજયોના રાજ્યપાલના નિર્ણયને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે આવકાર્યો હતો.
દેશમાં 8 રાજયોમાં નવા રાજયપાલની નીમણુંક કરવામાં આવી છે. ત્યારે મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે મંગુભાઇ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ નીર્ણયને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે આવકાર્યો અને મંગુભાઇ પટેલને શુભેચ્છા પાઠવી. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો. મંગુભાઇ પટેલ ભાજપના વરિષ્ઠ આગેવાન છે. અને 6 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકયા છે. મંગુભાઇ પટેલ નવસારી બેઠક પરથી 5 વખત અને ગણદેવી બેઠક પરથી એક વખત ધારાસભ્ય બન્યા હતા. આ ઉપરાંત રાજય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નીભાવી હતી. સાથે ભાજપના એસટી મોરચાના કારોબારી સભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ-મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી.
