આણંદ અને જૂનાગઢ જિલ્લામાંથી મળ્યા નવા એક- એક કેસ
Live TV
-
આણંદના ખંભાતમાં એક કેસ મળતા કુલ કેસનો આંકડો 84 પર પહોંચ્યો, જૂનાગઢ કોર્પોરેશનમાં મુંબઈથી આવેલા 24 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે આણંદ અને જૂનાગઢ જિલ્લામાંથી નવા એક-એક કેસ મળી આવ્યા છે. આણંદના ખંભાતમાં આવેલા ચિતારી બજારમાં રહેતાં 60 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસ મળતા આણંદમાં કુલ 84 કેસ નોંધાયા છે. જો કે અત્યાર સુધી 64 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી ચુક્યા છે.તો જૂનાગઢ કોર્પોરેશનમાં કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો છે. મુંબઈથી આવેલા 24 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં છેલ્લા ત્રણ દિવસમાં 9 કેસ મળી આવતા શહેરના કેટલાક વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.શહેરની 13 સોસાયટી, 512 સરકારી ક્વાર્ટર અને ગીર ગઢડાનું બોડીદર અને સોનપરા ગામને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.તત્કાલિક આદેશથી 23 મે સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.તો અરવલ્લીના મોડાસમાં સતત વધતા કેસને લઈ જિલ્લા વહીવટી તંત્રએ શહેરને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દીધું છે.શહેરમાં દૂધ અને દવાની દૂકાનો સિવાય તમામ દુકાનો બંધ રહેશે
