Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીમાં કેસો વધતા મોડાસમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર, જિલ્લામાં અત્યાર સુધી 76 પોઝિટિવ કેસ

Live TV

X
  • મોડાસા શહેરમાં દૂધ, મેડિકલ, એલપીજી ગેસ, વ્યાજબી ભાવની દુકાન, હોસ્પિટલ સિવાય ની તમામ દુકાનો બંધ રહેશે

    અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે આજથી મોડાસા સંપૂર્ણ લોકડાઉન રહેશે. મોડાસામાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે એપેડેમીક ડિસિઝ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટ મુજબ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ આજથી મોડાસા શહેરમાં દૂધ, મેડિકલ, એલપીજી ગેસ, વ્યાજબી ભાવની દુકાન, હોસ્પિટલ સિવાય ની તમામ દુકાનો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે વેપારી એસોસિએશન અને નગરપાલિકાના પ્રમુખે પણ વેપાર ધંધા બંધ રાખવા માટે સ્વૈચ્છિક સંમતિ આપી છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોઇએ તો બાયડમાં 7, ભિલોડામાં 13, મેઘરજમાં 9, ધનસુરામાં 7, મોડાસા તાલુકામાં 17 જયારે મોડાસા શહેરમાં 23 મળી જિલ્લામાં કુલ 76 પોઝીટીવ કેસ નોંધાયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply