સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, હોંગકોંગ બાદ બેલજિયમનું માર્કેટ કાર્યરત થયું
Live TV
-
સુરતમાં અટકી પડેલા પાર્સલ હવે આગળ વધશે, કામદારો 15 મીટરનું અંતર જાળવી કામ શરૂ કરશે. પરંતુ હીરા ઉદ્યોગને રાબેતા મુજબ શરૂ થવામાં હજુ 2 માસથી વધુનો સમય લાગશે.
સુરતના હીરા ઉદ્યોગ માટે એક રાહતના સારા સમાચાર આવ્યા છે. હોંગકોંગ બાદ બેલજિયમની 600 હીરાની ઓફિસો શરૂ થવા જઈ રહી છે. હોંગકોંગ બાદ આજથી બેલજિયમનું માર્કેટ પણ કાર્યરત થયું છે.એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો આજથી ખુલી થઈ છે, જેના પગલે સુરતમાં અટકી પડેલા પાર્સલ આગળ જશે. દરમિયાન મેન્યુફેક્ચરિંગમાં કામદારોને 15 મીટરનું અંતર જાળવી કામ શરૂ કરવા ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. એન્ટવર્પમાં આજથી બ્રોકર, કુરિયર, સર્વિસ પણ શરૂ થશે. માર્ચમાં પોલીશડ ડાયમંડના ઈમ્પોર્ટ વેપારમાં 73 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે રફનો એકસપોર્ટ 51.3 ટકા રહ્યો હતો. એન્ટવર્પમાં આજથી શરૂ થવા જઈ રહેલા વેપારને પગલે સુરતના હીરા ઉદ્યોગને સીધો લાભ થવાનો છે. જેના કારણે ડાયમંડની ડિમાન્ડ પણ વધે તેવી શકયતા છે. આ અંગે જીજેપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરતનો હીરા ઉદ્યોગ રાબેતા મુજબનો થવામાં હજી બે માસથી અઢી માસ જેટલો સમય લાગી શકે છે. .હાલ સુરત રેડ ઝોનમાં આવે છે. ગ્રીન ઝોનમાં આવ્યા બાદ ઉદ્યોગો ધમધમતા થવાની આશા છે.
