આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ : કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ માટે 1190 કરોડ
Live TV
-
તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગનેટ, ફિશીંગબોટ, મત્સ્યબીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે રૂ.૨૦૦કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને ૩૯ હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ ૭% વ્યાજ સરકાર (૪% ગુજરાત સરકાર અને ૩% ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા પાંચ મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની આર્થિક સહાય આપવારૂ.૬૬.૫૦ કરોડઆપવામાં આવશે. જે અંતર્ગત ૬૧,૫૭૪ ખેડુતોને સહાય કરવામાં આવશે.
કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં ૭૫ ટકા સહાય આપવા રૂ.૧૩.૫૦ કરોડ ફાળવવામાં આવશે. જેનાથી એક લાખ ખેડુતોને લાભ થશે.
વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવા રૂપિયા ૩૫૦ કરોડ ફાળવવામાં આવશે.
ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડ ફાળવવામાં આવશે.કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવા માટે રૂ.૧૦૦ કરોડ ફાળવવામાં આવશે.
