આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ : હાઉસિંગ સેક્ટર માટે 1000 કરોડ
Live TV
-
શ્રમિકોને મકાન બનાવવા સરકાર સહાય આપશે
હાઉસિંગ ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્રમા થતા કામોથી લોકોને ઘરનું ઘર તો મળે જ છે સાથે સાથે કડિયા કામ, સુથારીકામ, રંગકામ, ટાઇલ્સનું કામ,ફર્નિચર એવા અનેકવિધ કામો દ્વારા લાખો લોકોને રોજગારી પણ મળે છે. તદુપરાંત સિમેન્ટ, સ્ટીલ અને અન્ય રો-મટિરિયલના ઉત્પાદન અને વપરાશથી અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. આથી, બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં એક લાખ સાઇઠ હજાર મકાનો માટે રૂપિયા ૧૦૦૦ કરોડની સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે.
