FONT SIZE
RESET
24-01-2020 | 7:08 pm
નવસારીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોગસ કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નવસારીમાં એક જ પરિવારના 39 લોકોને આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેની જાણ થતા આયુષ્યમાન યોજનાના નોડલ ઓફિસરે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં ચોવીસી પ્રાઈમરી હેલ્થ સેન્ટર ના એ.સી.સી.ઓ અનંત પટેલ, કોમન સર્વિસ સેન્ટર ના ઓપરેટર મિત્તલ ગાંધી અને મોર્ડન ઇન્ફોટેક ડિજિટલ સેવા ના સંચાલક જેનિત ગાંધી નો સમાવેશ થાય છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની રાજીનામાની ચિમકી
Previous Story
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા આવતા પ્રવાસીઓની સગવડતા માટે મોબાઈલ એપ્લીકેશન કરાઈ લોન્ચ
Next Story