Skip to main content
Settings Settings for Dark

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની રાજીનામાની ચિમકી

Live TV

X
  • વડોદરા : સાવલીના ધારાસભ્ય નારાજ થયાં હતાં.જોકે સમજાવટ બાદ હવે તેમણે રાજીનામુ પરત ખેંચી લીધુ છે. પરંતુ હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ હવે રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે. જોકે આ મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ રાજકોટ ખાતેના એક કાર્યક્રમ દરમિયાન કહ્ુયું હતું કે પાર્ટી મધુ શ્રીવાસ્તવને મનાવી લેશે તેમજ જે અધિકારીઓ સામે નારાજગી છે તે દૂર કરવામાં આવશે.

    મધુ શ્રીવાસ્તવે પત્રકારોને સંબોધતતા જણાવ્યું હતું કે , “ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના મતવિસ્તારના કામો લઈ જાય છે તે થાય છે અને નથી પણ થતા. શહેરના મહાદેવ તળાવ વિસ્તારમાં મેં બજરંગબલીની સ્ટિલની મૂર્તિ મૂકવાનો નિર્ધાર કર્યો છે. મેં કોન્ટ્રાક્ટરને પણ પૈસા ચુકવ્યા છે. મૂર્તિના 80 લાખ રૂપિયા પણ ચુકવી દીધા છે. મારૂં 40 ટકા કામ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશન, કલેક્ટરે મંજૂરી આપી છે. ગાંધીનગર અભિપ્રાય માટે ફાઇલ મોકલી છે. મંત્રી મને કે છે મંજૂરી કરી આપીશ, મંજૂરી કરી આપીશ. મેં છેલ્લે મંત્રીને કહ્યું કે મારી પોતાની ફાઇલ નથી કે સંપત્તિની ફાઇલ નથી. હું છેલ્લીવાર તમને કહેવા આવ્યો છું. તમે મંજૂર કરો કે ન કરો તો હું ધર્મનું કામ લઈને બેઠો છું શ્વાસ ચાલશે ત્યાં સુધી ધર્મનું કામ કરીશ તમે મંજૂર નહીં કરો તો પણ મૂર્તિ મૂકીશ. આ મધુશ્રીવાસ્તવ છે. ”

    શ્રીવાસ્તવ વાઘોડિયા વિધાનસભા પરથી છઠ્ઠી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મઘુ શ્રીવાસ્તવ અગાઉ પણ નારાજ હતા અને કેતન ઈનામદાર સાથે સરકાર સામે મોરચો ખોલી બેઠા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply