આરોગ્ય મંત્રીની સંવેદનશીલતા, માર્ગ અકસ્માતમાં ઘાયલોની વ્હારે આવ્યા ઋષિકેશ પટેલ
Live TV
-
એક યુવકને સામાન્ય ઇજા થઇ હતી અને તેને પરીક્ષા આપવા માટે જવાનું હતુ ત્યારે પરિસ્થિતિ સમજીને આરોગ્ય મંત્રીએ પોતાની સરકારી ગાડીમાં બેસાડીને તેને સમયસર તેના પરીક્ષા કેન્દ્ર સુધી મૂકીને આવ્યા હતા. આ રીતે ઋષિકેશ પટેલની સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠા જોવા મળી હતી.
મહેસાણાથી વિસનગર જતા માર્ગ પર વિસનગર સિદ્ધેશ્વરી માતાજી મંદિર નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બંને બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ જ સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ માર્ગથી જઈ રહ્યા હતા. તેમના ધ્યાને અકસ્માતની ઘટના આવતાં તરત જ તેમણે પોતાની કાર રોકાવી દીધી હતી. નીચે ઉતરીને તેમણે તરત જ 108ને બોલાવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.
આટલું જ નહીં એક યુવકને સામાન્ય ઇજા થઇ હતી અને તેને પરીક્ષા આપવા માટે જવાનું હતુ ત્યારે પરિસ્થિતિ સમજીને આરોગ્ય મંત્રીએ પોતાની સરકારી ગાડીમાં બેસાડીને તેને સમયસર તેના પરીક્ષા કેન્દ્ર સુધી મૂકીને આવ્યા હતા. આ રીતે ઋષિકેશ પટેલની સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠા જોવા મળી હતી.
