વડોદરામાં શારિરીક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવા માટે કિડ્સ રિલેનું કરાયું આયોજન
Live TV
-
સ્પર્ધા પૂર્ણ થયા બાદ પ્રથમ સ્થાન મેળવનાર ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા. જ્યારે બધા બાળકોને ફિનિશર્સ મેડલ આપવામાં આવ્યા. 11થી16 વર્ષના વય જૂથમાં ભાનુ સિંહ ,યુગ પટેલ, વેદાંત પવાર અને કુંદન સિંહ વિજેતા થયા હતા.
વડોદરામાં લેઝી પાંડા સંસ્થા દ્વારા બાળકોમાં બાલ્યાવસ્થાથીજ શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવા માટે કિડ્સ રિલે રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસ પ્રથમ વખત યોજાઈ હતી.જેમાં 4થી13 વર્ષની વય જૂથના 100થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોને પ્રોત્સાહન આપવા તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધા ત્રણ વય જૂથના બાળકો વચ્ચે યોજાઈ હતી. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પ્રથમ સ્થાન મેળવનાર ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા. જ્યારે બધા બાળકોને ફિનિશર્સ મેડલ આપવામાં આવ્યા. 11થી16 વર્ષના વય જૂથમાં ભાનુ સિંહ ,યુગ પટેલ, વેદાંત પવાર અને કુંદન સિંહ વિજેતા થયા હતા. જ્યારે 7થી10 વર્ષના જૂથમાં ટીમ ફ્લેશના સોહી બિયાની,બરદીશ સિંહ,મનસ્વિની સેન અને અદ્વિક ઉપાધ્યાય વિજેતા થયા હતા. 4થી6 વય જૂથમાં ટીમ ઝડપી અને ઉત્સુક ના અથર્વ શાહ ,દ્વિશા પટેલ, આરવ ગોસાણી અને શિવાન શાહ વિજેતા થયા હતા.
