Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે “નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન સમારોહ યોજાયો

Live TV

X
  • ગાંધીનગર ખાતે યોજાયેલ બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીની અધ્યક્ષતા હેઠળ થયો. તેમણે જણાવ્યું કે ગુજરાતે 2009-10 માં સૌપ્રથમ રી-સર્વે શરૂ કરીને દેશ માટે માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. બાઇસેગના ડિરેક્ટર જનરલ ટી.પી. સિંઘે ટેક્નોલોજી દ્વારા જમીન રેકોર્ડ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો ભાર મૂક્યો. ભારત સરકારના સંયુક્ત સચિવ કુણાલ સત્યાર્થીએ આ પરિષદના સફળ આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા

    ગાંધીનગર ખાતે બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન સમારોહ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીની અધ્યક્ષતા હેઠળ યોજાયો. સમારોહમાં બાઇસેગના ડિરેક્ટર જનરલ  ટી. પી. સિંઘ, ભારતીય રાષ્ટ્રીય ભૂમિ સંશાધન વિભાગના સંયુક્ત સચિવ  કુણાલ સત્યાર્થી તેમજ અન્ય રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    સમાપન સમારોહમાં મહેસૂલ વિભાગના ડૉ. જયંતી રવીએ જણાવ્યું કે, ગુજરાતની ધરતી પર લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન ક્ષેત્રે રાજ્ય હંમેશા દેશના અન્ય રાજ્યો માટે માર્ગદર્શક રહ્યું છે. ગુજરાતે વર્ષ 2009-10 માં સૌપ્રથમ રી-સર્વે કામગીરીનો અભિયાન શરૂ કર્યું હતું, જે રાજ્યને ફર્સ્ટ મૂવર તરીકે ઓળખ અપાવ્યું અને અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ સાબિત થયું. આ પરિષદ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે, તેમજ વિવિધ રાજ્યો વચ્ચે, બેસ્ટ પ્રેક્ટિસીસ શેયર કરવાની અને કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવા માટે સેતુરૂપ બની.

    બાઇસેગના ડિરેક્ટર જનરલ ટી. પી. સિંઘે ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની ક્ષમતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દરેક સમસ્યાનું અનુરૂપ ટેક્નોલોજી વિકસાવવામાં આવવી જોઈએ. તેઓએ કહ્યું કે, જમીન રેકોર્ડ્સ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ કામગીરી ઝડપી અને સરળ બનાવવામાં આવશે. હાર્ડવેર સિવાયની સેવાઓ ઉપલબ્ધ કરાવવા સાથે સેટેલાઈટ ચેનલ દ્વારા તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે.

    ભારત સરકારના સંયુક્ત સચિવ કુણાલ સત્યાર્થીએ ગુજરાતને રાષ્ટ્રીય પરિષદનું સફળ આયોજન કરવા બદલ અભિનંદન આપતા કહ્યું કે, જ્યારે અન્ય રાજ્યો માટે આ વિચાર અનોખો હતો, ત્યારે ગુજરાતે રી-સર્વેની આગવી પહેલ કરી અને સમગ્ર દેશમાં પોતાની ઓળખ બનાવી.

    સમારોહ દરમિયાન આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ પરિષદ દરમિયાન યોજાયેલા પેનલ ડિસ્કશન્સ, એક્શન સેમિનાર અને તેના પરિણામો અંગે વિસ્તૃત પ્રેઝેન્ટેશન આપ્યું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના CEO આલોકકુમાર પાંડેએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી, જ્યારે જમીન સુધારણા કમિશનર ભાવિન પંડ્યાએ અભિનંદન પાઠવ્યું. પ્રોગ્રામમાં મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. સમારોહમાં લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે નવનિર્મિત દિશા અને ટેકનોલોજી આધારિત ઉકેલના મહત્વ પર ભાર મૂકાયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply