આવકવેરા વિભાગે રાજ્યમાં મોટા બિલ્ડરો અને સિરામિક જૂથ પર દરોડા પાડ્યા
Live TV
-
આવકવેરા વિભાગે શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડ્યા છે. મહેસાણાના રાધે ગ્રૂપ અને પાર્ટનર ટ્રોગન ગ્રૂપ સહિત અન્ય પાર્ટનરોની અમદાવાદ અને મોરબીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. બે ડઝનથી વધુ ટીમોએ ત્રણેય સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને સંપત્તિનો ખુલાસો થઈ શકે છે.

IT વિભાગે મહેસાણાના પ્રખ્યાત રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેના ભાગીદારોની તપાસ શરૂ કરી છે. આવકવેરાની કેટલીક ટીમોએ એક સાથે બે ડઝનથી વધુ સ્થળોએ કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના મોટા રાજકારણીના જમાઈ પર પણ દરોડા ચાલુ છે. રાધે ગ્રૂપ સાથે મોરબીની બે સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું કનેક્શન બહાર આવતાં તેમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. શુક્રવારે સવારથી અમદાવાદમાં અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિભાગના અધિકારીઓએ પોલીસ સાથે મળીને શુક્રવારે સવારથી દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જેમાં મોરબી, અમદાવાદ, મહેસાણા સહિત અનેક જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી પેપર મિલ અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા તીરતક ગ્રુપ પર સવારથી દરોડાના સમાચાર છે. રવાપર રોડ સ્થિત ગ્રુપ ડાયરેક્ટર જીવરાજ કુલતરીયાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું..સર્વે મુજબ મોટા પાયા પર કરચોરી શોધવાની સાથે બેનામી સંપત્તિ, બિનહિસાબી વ્યવહારો વગેરેનો ખુલાસો થવાની સંભાવના છે.