બિરસા મુંડાની ૧૫૦મી જયંતિ નિમિત્તે આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪’નો પ્રારંભ
Live TV
-
૫ નવેમ્બરને ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. તેમની આ વર્ષે ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં ‘આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ ૨૦૨૪’નો વલસાડ ખાતેથી તા. ૨૮ નવેમ્બરે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવનો સમાપન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૪એ અંબાજી ખાતે યોજાશે. આ મહોત્સવ અંતર્ગત રાજ્યના ૧૮ જિલ્લાઓને સાંકળી લેવાશે.
કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બરને ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. તેમની આ વર્ષે ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં ‘આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ ૨૦૨૪’નો વલસાડ ખાતેથી તા. ૨૮ નવેમ્બરે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવનો સમાપન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૪એ અંબાજી ખાતે યોજાશે. આ મહોત્સવ અંતર્ગત રાજ્યના ૧૮ જિલ્લાઓને સાંકળી લેવાશે.
જેમાં પ્રથમ તબક્કામાં તા. ૨૮ અને ૨૯ નવેમ્બરે વલસાડના ઉમરગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આગામી તા. ૦૨-૦૩ ડિસેમ્બરે છોટાઉદેપુર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં છોટાઉદેપુર, ભરૂચ, તાપી, નર્મદા અને વડોદરા જિલ્લાનો સમાવેશ કરાયો છે. જ્યારે તા. ૦૬-૦૭ ડિસેમ્બરે મહીસાગરના સંતરામપુર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તા. ૧૦-૧૧ ડિસેમ્બરે બનાસકાંઠાના અંબાજી ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બે દિવસીય મહોત્સવના પ્રથમ દિવસના ઉદઘાટન સત્રમાં ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓનું પુજન તથા આદિવાસી લોકનૃત્યની પ્રસ્તુતી કરવામાં આવશે. જેમાં બપોર બાદ આદિવાસી ઉત્કર્ષને લગતા વિવિધ વિષયો જેવા કે, સ્કીલ ટ્રેનીંગ ફોર ટ્રાઈબલ યુથ, ઈનોવેશન ઈન આર્ટ, ખેતી, પશુપાલન, ઓર્ગેનિક ખેતી, ડેરી ટેક્નોલોજી તથા મહિલા સશક્તિકરણ અંગે સેમિનાર યોજાશે.
આ ઉપરાંત પ્રથમ દિવસે પ્રસિદ્ધ આદિવાસી લોક ગાયકો, સંગીતકારો દ્વારા તેમની કલાની પ્રસ્તુતિ, આદિવાસી મહિલા, ખેલ જગત, કૃષિ તથા શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર નાગરિકોનું સન્માન, રચનાત્મક કાર્ય કરનાર આદિવાસી સંસ્થાઓ અને NGO દ્વારા આદિવાસી ક્ષેત્રમાં સામાજિક દાયિત્વ માટેના પ્રકલ્પોની માહિતી આપવામાં આવશે. બે દિવસીય મહોત્સવના બીજા દિવસે મહિલા અના બાળ સ્વાસ્થ્ય ચકાસણી તથા સંભાળ, આર્ટ કલ્ચર, રમત ગમત કૌશલ્ય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આદિવાસીઓ માટેની વિશિષ્ટ યોજના અંગે સંવાદ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન જેવા વિવિધ વિષયો પર સેમીનાર યોજાશે.