આવતીકાલથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર
Live TV
-
આવતીકાલથી 3 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે. વિધાનસભાના ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખતા આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી યોજાશે.
15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના 7 બિલ લાવી શકે છે. જેમાં અંધશ્રદ્ધાને ડામવા કાળા જાદૂ બિલ, સ્પેશિયલ કોર્ટ બિલ , ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગેનું બિલ રજૂ થશે.ઉપરાંત પ્રોહિબિશન અંતર્ગત ઝડપાયેલા વાહનોનો નિવેડો લાવવા માટેનું બિલ તેમજ GST સુધારા વિધેયક સહિતના અન્ય બિલો પણ ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે
