આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે. 17મી ડિસેમ્બરે, સવારે 10:45 કલાકે, પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ વારાણસી જશે, અને લગભગ 3:30 પ્રધાનમંત્રી વિક્સિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. સાંજે લગભગ 5:15 વાગ્યે, તેઓ નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમ 2023નું ઉદ્ઘાટન કરશે.
18મી ડિસેમ્બરે, સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી સ્વરવેદ મહામંદિરની મુલાકાત લેશે, જે પછી લગભગ 11:30 વાગ્યે જાહેર સમારંભમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બપોરે લગભગ 1 વાગે પ્રધાનમંત્રી વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. ત્યારબાદ, એક જાહેર સમારંભમાં, લગભગ 2:15 વાગે પ્રધાનમંત્રી 19,150 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે. ટર્મિનલ બિલ્ડીંગ, તે સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે કે જેનો સાર આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રતિબિંબિત થવો જોઈએ, જે મુલાકાતીઓ માટે સ્થળની ભાવના બનાવે છે.
અપગ્રેડ કરેલા ટર્મિનલ બિલ્ડીંગના અગ્રભાગનો ઉદ્દેશ્ય સુરત શહેરના 'રાંદેર' પ્રદેશના જૂના મકાનોના સમૃદ્ધ અને પરંપરાગત લાકડાકામ સાથે મુસાફરોના અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે. એરપોર્ટનું ગૃહ IV અનુરૂપ નવું ટર્મિનલ બિલ્ડીંગ ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એનર્જી સેવિંગ માટે કેનોપીઝ, લો હીટ ગેઇન ડબલ ગ્લેઝિંગ યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ, લેન્ડસ્કેપિંગ અને સોલાર પાવર પ્લાન્ટ જેવી વિવિધ ટકાઉપણું સુવિધાઓથી સજ્જ છે.
પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરી બંનેના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. બુર્સમાં આયાત-નિકાસ માટે અદ્યતન 'કસ્ટમ ક્લિયરન્સ હાઉસ' હશે; રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વૉલ્ટ્સની સુવિધા પણ હશે.