વર્ષ 2024થી કૌશલ્ય યુનિવર્સિટી ડ્રોન એપ્લીકેશનમાં 9 નવા કોર્સ શરૂ કરશે
Live TV
-
પ્રિસિઝન એગ્રીકલ્ચર, એરિયલ મેપિંગ, ફોરેસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરીંગ જેવા અદ્યતન કોર્સમાં તાલીમ મળશે
‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે. અમદાવાદના મેમનગરમાં મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે કાર્યરત કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા, વર્ષ 2024માં જાન્યુઆરીથી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ થવા જઇ રહ્યા છે જેમાં 5 હજારથી વધુ યુવાનોને તાલીમ આપવાનું આયોજન છે.
ડ્રોન એપ્લીકેશનના અભ્યાસક્રમો
યુનિવર્સિટી દ્વારા ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને ડ્રોન પ્રોગ્રામિંગના બે એડવાન્સ્ડ અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને પ્રોગ્રામિંગ (01 વર્ષ) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (M.Sc.) ઇન ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોગ્રામિંગ (02 વર્ષ)ના કોર્સનો સમાવેશ થાય છે. તે સિવાય સ્કુલ ઓફ ડ્રોન દ્વારા આગામી વર્ષમાં ડ્રોન ઇકોસિસ્ટમની સમગ્ર વેલ્યુ ચેઇનને આવરી લેતા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.વર્ષ 2024થી શરૂ થનારા કોર્સ અને લાયકાત
1. ડ્રોનની મદદથી બીજ વાવણી + ખાતર/કીટનાશકનો છંટકાવ
રિમોટ પાયલટ સર્ટિફિકેટ (RPC) સાથે 10 પાસ
2. મેપિંગ માટે ડ્રોન આધારિત ડેટા કેપ્ચર
રિમોટ પાયલટ સર્ટિફિકેટ (RPC) સાથે 12 પાસ
3. ડ્રોનથી લેન્ડ સર્વેઇંગ અને એરિયલ મેપિંગ માટે ડેટા પ્રોસેસિંગ
ITI ડ્રાફ્ટ્સમેન/સિવિલ/સર્વેયર,ડિપ્લોમા-ડીગ્રી એન્જિનિયર
4. ડ્રોનની મદદથી કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્પેક્શન માટે ડેટા પ્રોસેસિંગ
ITI ડ્રાફ્ટ્સમેન/સિવિલ/સર્વેયર,ડિપ્લોમા-ડીગ્રી એન્જિનિયરિંગ
5. ડ્રોનની મદદથી ક્રોપ મોનિટરીંગ અને પ્રિસિઝન એગ્રીકલ્ચર માટે ડેટા પ્રોસેસિંગ
12 પાસ/ ખેડૂતો અને તેમના પાલ્યને પ્રાથમિકતા/ એગ્રી સ્નાતક
6. ડ્રોનની મદદથી ફોરેસ્ટ મેપિંગ અને મોનિટરીંગ માટે ડેટા પ્રોસેસિંગ
બીએસસી- ઝુલોજી/બોટની/ફોરેસ્ટ્રી
7. ડ્રોન આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાહત અને બચાવ
મહાનગરપાલિકા, ફાયર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્પોન્સર કરાયેલા સ્નાતક અને રિમોટ પાયલટ સર્ટિફિકેટ
8. ડેટા પ્રોસેસિંગ અને ડ્રોન આધારિત અર્બન ઇન્ટેલિજન્સ
કોઈ પણ સ્નાતક, નિર્ધારિત ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ ઇચ્છનીય
9. ડ્રોન ફોરેન્સિક્સ
ગૃહ /પોલીસ વિભાગ દ્વારા સ્પોન્સર કરાયેલ કોઈ પણ સ્નાતકયુનિવર્સિટી દ્વારા ડ્રોન ક્ષેત્રના વિવિધ કોર્સ
આજના સમયમાં, ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ, જમીન, સર્વેયર અને મેપિંગ, રાહત અને બચાવકાર્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી દેખરેખ, વન્યજીવન તેમજ વન્ય પેદાશોનું મોનિટરીંગ, લોજિસ્ટિક્સ અને ઇ-કોમર્સ તેમજ મેડિકલ સહાયના ક્ષેત્રોમાં, ઉત્પાદકતા વધારવા અને સચોટ વૈજ્ઞાનિક નિર્ણયો મેળવવા માટે ડ્રોન ટેક્નોલોજી અત્યંત ઉપયોગી છે. ડ્રોન ક્ષેત્રને આવરી લેતી ત્રણ મુખ્ય કુશળતાઓમાં રોજગારીની વ્યાપક તકો હોવાથી, કૌશલ્ય યુનિવર્સિટી દ્વારા ડ્રોન પાયલટ, ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ તેમજ ડ્રોનના ઉપયોગથી વિવિધ એપ્લીકેશનની તાલીમ આપવામાં આવી રહી છે. તેના માટે સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.ડ્રોન પાયલટ અભ્યાસક્રમમાં અત્યાર સુધી 292 ઉમેદવારોએ તાલીમ પૂર્ણ કરી છે અને 25 ઉમેદવાર તાલીમ લઇ રહ્યાં છે. ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલીમાં 765 ઉમેદવારોની તાલીમ પૂર્ણ થઇ છે અને 50 ઉમેદવારોની તાલીમ શરૂ છે. રાજ્યના 33 જિલ્લાની ITIમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલીમાં યુવાનો તાલીમ લઇ રહ્યાં છે.
રાજ્યની 20 ITIમાં ડ્રોન પાયલટ તાલીમનું આયોજન
ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, અમરેલી, નવસારી, રાજકોટ, વલસાડ, બનાસકાંઠા, બોટાદ, મહેસાણા, મોરબી, પંચમહાલ, સુરત, વડોદરા, દાહોદ, કચ્છ, ખેડા, નર્મદા, ગાંધીનગર-કલોલ, ગાંધીનગર-સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી, અમદાવાદ-સાણંદ અને અમદાવાદ-શીલજ ખાતે ITIમાં ડ્રોન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાર્ષિક 8 હજારથી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે.ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવશે, યુનિવર્સિટીનું ‘ડ્રોન મંત્ર’ મોડલ
યુનિવર્સિટીએ ‘ડ્રોન મંત્ર’ તરીકે આગવું મોડલ વિકસિત કર્યું છે. તેના આધારે ડ્રોન ઉત્પાદન અને તાલીમ માટે લેબમાં અત્યાધુનિક મશીનરી અને ટેક્નોલોજી સાથે વાસ્તવિક કાર્યપરિસ્થિતિમાં ડ્રોન ઉત્પાદન અને પ્રોગ્રામીંગની તાલીમ આપવામાં આવે છે. તાલીમના ભાગરૂપે, DGCA દ્વારા માન્ય ડિઝાઇન અનુરૂપ ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવશે. દર વર્ષે જરૂરિયાત અનુસાર 100થી વધુ ડ્રોનનં્ ઉત્પાદન કરવામાં આવશે. ‘ડ્રોન મંત્ર’માં આધુનિક પ્રકારના ડ્રોન અને ડ્રોનની એપ્લિકેશનને વિકસિત કરવાની સુવિધા છે. તેના લીધે જૂના અને અપ્રચલિત ડ્રોનની ભરપાઇ થઇ શકશે. આ ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીએ ડ્રોન ઉત્પાદકો સાથે સહયોગ કર્યો છે અને ડ્રોન તાલીમ માટેની અત્યાધુનિક સુવિધાઓ ગુજરાતમાં સૌપ્રથમ સ્કૂલ ઓફ ડ્રોન્સમાં વિકસિત કરવામાં આવી છે.I-KUSHALથી નવીનતાને પ્રોત્સાહન
યુનિવર્સિટી દ્વારા I-KUSHAL ઇન્ક્યુબેશન અને ઇનોવેશન ફાઉન્ડેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. તેના માધ્યમથી નવીનીકરણ, રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને હેન્ડહોલ્ડિંગ સમર્થન આપવામાં આવશે.