Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નો પ્રથમ પદવીદાન સમારોહ, CM આપશે હાજરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બુધવાર 21 જુલાઇ 2021 ના રોજ જુનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વિવિધ ડીગ્રી ધારકોને પદવી અને તજજ્ઞતા પ્રાપ્ત છાત્રોને ગોલ્ડ મેડલ્સ એનાયત કરશે. 2015 માં સ્થપાયેલી આ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાની 162 જેટલી કોલેજોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કોલેજોના કુલ મળીને 30362 જેટલા યુવા છાત્રોને પ્રથમ પદવીદાન સમારોહ અંતર્ગત પદવીઓ એનાયત થવાની છે.જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમમાં બુધવારે 21 જુલાઇએ સવારે 11 કલાકે યોજાનારા આ પદવીદાન સમારંભમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ અવસરે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની નવિન વેબસાઇટનું લોન્ચિંગ પણ કરશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply