સાબરમતી રિવરફ્રન્ટ પર 2.25 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે બાયો-ડાયવર્સિટી પાર્ક
Live TV
-
અમદાવાદમાં સાબરમતી રિવરફ્ન્ટ પર બાયો ડાયવર્સિટી પાર્કના વિસ્તરણ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સાબરમતી રિવરફ્ન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યુ હતું. આ બાયો ડાયવર્સિટિ પાર્કમાં 170 પ્રજાતીનાં 45 હજાર જેટલા વૃક્ષો રોપવામાં આવશે. જેના ભાગરૂપે પ્રદિપસિંહ જાડેજાએ વૃક્ષારોપણ કર્યુ હતું. આ પાર્કમાં પુત્રજીવા, ટિમ્બરુ, સિરિસ, ઉમરો, ચંદન, રક્તચંદન જેવા દુર્લભ તેમજ ફળાઉ વૃક્ષો રોપાશે. હાલમાં આ પાર્કનો વિસ્તાર બે હેક્ટરમાં વિસ્તરેલો છે જેમાં હવે સાડાચાર હેક્ટરનો ઉમેરો થતાં હવે તે સાડા છ હેક્ટર જમીનનો વિસ્તાર થયેલો છે. હાલમાં જે પાર્ક છે તેમાં રબર, રૂદ્રાક્ષ, અરીઠા, રક્તચંદન કૈલાસપતિ તેમજ સિસમ અને ગ્રેપનો સમાવેશ થાય છે.
