ગુજરાતમાં આજે કોરોનાનાં 29 નવા કેસ, 61 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે રાજ્યમાં આજે કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જ્યારે 61 દર્દી સાજા થયા છે. આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાનાં કેસની વિગતે વાત કરીએ તો વડોદરામાં 7, અમદાવાદમાં 6, સુરતમાં 4, દાહોદમાં 2, જામનગરમાં 2, જુનાગઢમાં એક, કચ્છમાં એક, બનાસકાંઠામાં એક કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 4 લાખ 12 હજાર 499 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 3 કરોડ 1 લાખ 46 હજાર 996 લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 14 હજાર 59 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 98.73 ટકા થયો છે. રાજ્યમાં અત્યારે કોરોનાનાં કુલ 411 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18થી વધુ વયના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી કુલ 47 ટકા લોકોને રસીરકરણમાં આવરી લેવાયા છે. રાજ્યમાં 2 કરોડ 31 લાખ 30 હજાર 913 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે 70 લાખ 16 હજાર 83 લોકોએ કોરોના રસીનો બંને ડોઝ લઈ લીધો છે. અત્યારે રાજ્યના 2 હજાર 678 સરકારી અને 57 ખાનગી રસીકરણ કેન્દ્ર પર મળીને કુલ 2 હજાર 732 રસીકરણ કેન્દ્ર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.
