Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગે આગામી ૨૩મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી

Live TV

X
  • હવામાન વિભાગે આગામી ૨૩મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

    હવામાન વિભાગે આગામી ૨૩મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેને લઈને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં જે જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના અપાઇ છે. આ અંગે રાહત કમિશનરે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યમાં 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ક૫રાડા તાલુકામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં અત્યાર સુધી 20 જુલાઈ સુધી 9 ઈંચ જેટલો વરસાદ થયો છે. જે અત્યાર સુધીમાં સીઝનનો કુલ 24.64 ટકા વરસાદ નોંધાયો છે... તો સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, સરદાર સરોવર જળાશયમાં 1 લાખ 49 હજાર 266 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 44.68 ટકા છે. તો બીજીતરફ રાજ્યમાં ચાલુ વર્ષે 19 જૂલાઈ સુધીમાં અંદાજીત 57.20 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply