સુરત શહેરની વધુ એક સિદ્ધિ, 108 કિલોમીટર લાંબો BRTS રૂટ ધરાવનાર દેશનું પહેલું શહેર
Live TV
-
સુરત દેશમાં પહેલું શહેર છે જે આટલો લાંબો BRTS રૂટ ધરાવે છે
રાજ્ય સરકારના વિકાસલક્ષી કામમાં ઘણા સમયથી ઉત્તરોઉત્તર વધારો અને ઝડપ જોવા મળી રહી છે.તેના એક ભાગ રૂપે ગુજરાતના સ્વચ્છ અને વિકાસસીલ જિલ્લા તરીકે સુરત ઉભરી આવ્યું છે.સિલ્ક અને ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની તાપી નદી પર પાલ અને ઉમરા વચ્ચે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ સુરતે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કારણ કે, આ બ્રિજ બનવાની સાથે શહેરમાં BRTSના રૂટની લંબાઈ 108 કિલોમીટર થઈ છે.એટલે સુરત દેશમાં પહેલું શહેર છે જે આટલો લાંબો BRTS રૂટ ધરાવે છે.જોકે આ નવો બ્રિજ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં BRTS રૂટ જોડાય તે રીતે કડીરૂપ બ્રિજ સાબિત થયો છે. છેલ્લા પાંચ વર્ષ સુધી આ બ્રિજ ન બનતા રાંદેર ઝોન અને અઠવા ઝોનની BRTS કનેક્ટિવિટી બ્રેક થતી હતી.પરંતુ હવે આ બ્રિજ બની જતા BRTS રૂટ વધુ સરળ બન્યો છે.મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ થતા 2 નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. એટલે હવે મહાનગરપાલિકા આ વિસ્તારમાં પણ સામૂહિક પરિવહન સેવા શરૂ કરવા આયોજન કરી રહી છે.
