વલસાડઃ વિલ્સન હિલ પાસે આવેલા શંકર ધોધ સક્રિય આહલાદક દ્રશ્યો જોવા મળ્યો
Live TV
-
ચોમાસુ શરૂ થતા વિવિધ જગ્યાએ કુદરતી સૌન્દર્ય વિકસ્યું છે અને તેના કારણે વાતાવરણ ની સાથે નજારો પણ આહલાદક લાગે છે. ડાંગ અને વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ ને પગલે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. તો બીજીતરફ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. સતત વરસી રહેલા વરસાદને લઈ આ વિસ્તારના નાના-મોટા ઝરણાંઓ પણ વહેતા થયા છે. ત્યારે ધરમપુર તાલુકા વિલ્સન હિલ પાસે આવેલા શંકર ધોધ પણ સક્રિય થયો છે.જેના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
