Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં પંડિત દીનદયાળ ક્લિનિક 2 ઓગષ્ટથી એકસાથે 67 ક્લિનિક શરૂ કરાશે

Live TV

X
  • રાજ્યના તમામ લોકોને નજીકમાં તાત્કાલીક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સરકારે મહોલ્લા ક્લિનિકના રૂપમાં દીનદયાળ ક્લિનિક શરૂ કરવાનો નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. રાજકોટ શહેરમાં બે ઓગષ્ટથી એકસાથે 67 ક્લિનિક શરૂ કરાશે.આ પ્રોજેક્ટ માટે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે જેમાં શાળામાં અભ્યાસનો સમય પૂરો થયા બાદ અને આંગણવાડીમાં સાંજે 5 થી 9 વાગ્યા સુધી ઓપીડી શરૂ કરવામાં આવશે. જેમાં ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની સેવા લેવામાં આવશે અને તેની ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ શાળા અને આંગણવાડીમાં હોસ્પિટલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply