આવતીકાલે રાજ્યપાલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
આવતીકાલે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિતિ રહેશે. G20ની થીમ સાથે આ પતંગ મહોત્સવ ઉજવાશે. આ વર્ષના પતંગ મહોત્સવમાં 55 થી 60 દેશોના પતંગ રસિકો ઉપરાંત, G20 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
નોંધનીય છે કે આ વર્ષનો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે.
