આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે
Live TV
-
ગુજરાતનો આ વર્ષનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગ સાથે આજે મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદધાટન કરશે. આ વર્ષના પતંગ મહોત્સવમાં 55 થી 60 દેશના પતંગ રસીકો ઉપરાંત G20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યાં છે. આ પતંગ મહોત્સવને સફળ બનાવવામાં પ્રવાસન વિભાગ અથાગ પ્રયાસ કરી રહ્યું છે.
