Skip to main content
Settings Settings for Dark

ઇકો ફ્રેન્ડલી ગુજરાત - 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

Live TV

X
  • વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે.

    ગાંધીનગર, 6 નવેમ્બર: વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. પરિણામે, ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે, CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જુલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓને આવરી લે છે. 

    CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.
     
    CNG સ્ટેશનની સંખ્યામાં – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ    
    ગુજરાત    1,002
    ઉત્તરપ્રદેશ    819
    મહારાષ્ટ્ર    778
    રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)    480
    હરિયાણા    349
    કર્ણાટક    319
    રાજસ્થાન    257
    મધ્યપ્રદેશ    241
    તમિલનાડુ    220
    પંજાબ    209

    PNGના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર
    PNGRBએ અપડેટ કરેલા આંકડા અનુસાર, જુલાઇ 2023 સુધીમાં ભારતમાં કુલ 1,14,46,646 ઘરગથ્થુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા 30,78,162 છે. તે સિવાય રાજ્યમાં 22,722 વ્યવસાસિક અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે. 

    PNG ઘરગથ્થુ કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
    ગુજરાત    30,78,162
    મહારાષ્ટ્ર    29,40,463
    રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)    14,59,314
    ઉત્તરપ્રદેશ    14,24,748
    કર્ણાટક    3,92,677
    હરિયાણા    3,43,444
    આંધ્રપ્રદેશ    2,59,602
    રાજસ્થાન    2,32,576
    મધ્યપ્રદેશ    2,14,636
    તેલંગાણા    1,94,364

    PNG વ્યવસાયિક કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
    ગુજરાત    22,722
    મહારાષ્ટ્ર    4,684
    રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)    3,663
    ઉત્તરપ્રદેશ    2,376
    આસામ    1,359
    હરિયાણા    885
    કર્ણાટક    540
    ત્રિપુરા    506
    આંધ્રપ્રદેશ    446
    પંજાબ    446

    PNG ઔદ્યોગિક કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
    ગુજરાત    5,733
    ઉત્તરપ્રદેશ    2,867
    હરિયાણા    1,904
    રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)    1,829
    રાજસ્થાન    1,557
    મહારાષ્ટ્ર    923
    મધ્યપ્રદેશ    463
    આસામ    448
    ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન    345
    કર્ણાટક    330

    ઉલ્લેખનીય છે કે PNGRB દ્વારા કંપનીઓને દેશમાં અમુક ભૌગોલિક વિસ્તારો CNG સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવે છે. એટલે ઘણી વખત ફાળવેલ વિસ્તારો બે રાજ્યોની સરહદની આસપાસમાં હોવાથી, યાદીમાં તે વિસ્તારનો બે રાજ્યો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
apply