Skip to main content
Settings Settings for Dark

ગીરના સિંહ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે આપી વધુ એક ભેટ

Live TV

X
  • એશિયાટિક લાયન અને ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે વધુ એક નવું નજરાણું આપ્યું છે.

    એશિયાટિક લાયન અને ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે વધુ એક નવું નજરાણું આપ્યું છે. સાસણ નજીક ભાલછેલ હિલ ખાતે ૮.૫ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ સનસેટ પોઇન્ટ ઉપરાંત દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ રૂ.૬.૫ કરોડના વિકસિત કરવામાં આવેલ સુવિધા તથા સાસણ સિંહ સદન સહિતની જગ્યાએ અંદાજે રૂ.૭ કરોડના ખર્ચે આકર્ષક સ્કલપ્ચરને રાજ્યના પ્રવાસન કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ લોકાર્પિત કરી હતી.

    ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ભાલછેલ હિલને સનસેટ પોઇન્ટ તરીકે વિકસાવવા માટે ખાતે અંદાજે રૂ.૮.૫ કરોડના ખર્ચે એમ્ફીથીએટર, ફૂડ કોર્ટ, ટોયલેટ બ્લોક, હેંગ આઉટ એરીયા, ટિકિટ બિલ્ડીંગ, લાઇટિંગ વર્ક, પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દેવડીયા સફારી પાર્ક ખાતે અંદાજે ૬.૫ કરોડના ખર્ચે બસ અને કાર માટેનું પાર્કિંગ, એન્ટ્રીગેટની રીડિઝાઇન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ટીકીટ બુકિંગ ઓફિસ, કેન્ટીન ફૂડ કોર્ટ, સોવેનીયર શોપ,વોચ ટાવર, ટોયલેટ બ્લોક ,સીટીંગ એરેન્જમેન્ટ સહિત કામ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત અંદાજે રૂ.૭ કરોડના ખર્ચે આર્ટવર્ક તથા સ્કલ્પ્ચરની કામગીરી કરવામાં આવી છે. જેમાં ચેક પોસ્ટ ગેટ, ગેટ પર વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર, ઇન્ટરપ્રિટેશન ઝોન, સિંહ સદન, નેચર પાર્ક, દેવળિયા, અર્બોરેટમ, સનસેટ પોઈન્ટ ખાતે વિવિધ સ્કલ્પચર તેમજ આર્ટ વર્ક, બેન્ચીસ, ડસ્ટબિન ઇન્ફોર્મેશન બોર્ડ, મુરલ આર્ટ વર્ક, સન થીમ એન્ટ્રી ગેટ, ફોગ પોલ, ફૂટ પ્રિન્ટ બ્લોક, કેમ્પસ મેપ, સન ડાયલ ગેટ, ૧૨ ફૂટ સાઈઝના બ્રાસના વિશાળ સિંહનુ સ્કલપચર સહિતના કામ કરવામાં આવ્યા છે.

    લોકાર્પિત કાર્યોનો ઉલ્લેખ કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, સિંહના ઘર એવા ગીરમાં લાખો પ્રવાસીઓ આવે છે, રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ ગીરમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. ભવિષ્યમાં ટેન્ટ સીટી વિકસાવવા સહિતની યોજનાઓ આયોજન હેઠળ છે. બીજી તરફ સાસણ ગીર વિસ્તારમાં વસેલા લોકો અને ટુરિઝમ ઉદ્યોગ સાથે જોડાયેલ હોટલ માલિકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સરકારનો આભાર માનતા લોકો કહે છે કે, સાસણ ગીરમાં આવી પર્યટન સુવિધાઓ વધવાથી પ્રવાસીઓ માં આકર્ષણ વધશે અને તેના કારણે સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
apply