ઇન્ડિયન એરફોર્સ માં અગ્નિવીર વાયુ ભરતી અંગેની માહિતી
Live TV
-
વધુ માહિતી ઇન્ડિયન એરફોર્સની https://agnipathvayu.cdac.in વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, હિંમતનગરની અખબાર યાદી મુજબ, ભારતીય હવાઇદળમાં અગ્નીવીર વાયુસેનાની ભરતી કરવા માટે તારીખ 17-01-2024 થી 06-02-2024 દરમિયાન રાજ્યના અપરિણીત મહિલા અને પુરુષ ઉમેદવારો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની https://agnipathvayu.cdac.in વેબસાઈટ ઉપલબ્ધ છે. જેમાં ભરતી કાર્યક્રમ કેન્દ્રીય/રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12 /ડિપ્લોમા કોર્સ/મધ્યવર્તી/સમકક્ષ પરીક્ષા 50% ગુણ સાથે અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવુ જોઇએ.
આ ભરતી માટેની વય મર્યાદા 02 જાન્યુઆરી 2004 થી 02 જુલાઇ 2007 વચ્ચે જન્મેલા ફક્ત અપરિણીત મહિલા અને પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાં પુરુષ માટે શારીરિક લાયકાત 152.5 સે.મી ઊંચાઇ અને મહિલા માટે 152 સે.મી હોવી જોઈએ. ઉપરાંત વજન ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં હોવું જોઈએ.
જિલ્લા રોજગાર અધિકારશ્રીની યાદીમાં જણાવ્યાં મુજબ, વધુ માહિતી ઇન્ડિયન એરફોર્સની https://agnipathvayu.cdac.in વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે.