ઇન્શ્યોરન્સ સેક્ટરમાં AI ક્રાંતિ: અમદાવાદના સ્ટાર્ટઅપ DROOU એ લોન્ચ કર્યું ખાસ પ્લેટફોર્મ
Live TV
-
ઇન્શ્યોરન્સ સેક્ટરમાં AI ક્રાંતિ: અમદાવાદના સ્ટાર્ટઅપ DROOU એ લોન્ચ કર્યું ખાસ પ્લેટફોર્મ
ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ હવે ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે. અમદાવાદ સ્થિત જાણીતા ટેક સ્ટાર્ટઅપ 'DROOU' દ્વારા ઇન્શ્યોરન્સ એજન્ટ્સ અને એડવાઇઝર્સના કામને સરળ અને આધુનિક બનાવવા માટે એક અદ્યતન AI આધારિત પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે.
AMA ખાતે યોજાયો ભવ્ય લાઈવ શો
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “AI ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ – લાઈવ શો” નામના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઇવ ઇવેન્ટ દરમિયાન જ કંપનીએ પોતાના આ ખાસ પ્લેટફોર્મ પરથી પડદો હટાવ્યો હતો. આ લોન્ચિંગ ઇવેન્ટમાં 200 થી વધુ પ્રતિષ્ઠિત ઇન્શ્યોરન્સ એડવાઇઝર્સ, એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ હાજર રહ્યા હતા.
ગુજરાતના ઇન્શ્યોરન્સ અને ફાઇનાન્સ સેક્ટરમાં ટેકનોલોજીના ઉપયોગની દ્રષ્ટિએ આ લોન્ચને અત્યાર સુધીનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
પ્લેટફોર્મથી એજન્ટ્સને શું ફાયદો થશે?
DROOU કંપની દ્વારા તૈયાર કરાયેલું આ AI પ્લેટફોર્મ ઇન્શ્યોરન્સ એજન્ટ્સને ડિજિટલ યુગમાં સ્માર્ટ કામ કરવામાં મદદ કરશે. ડેટા એનાલિટિક્સ દ્વારા ગ્રાહકોની જરૂરિયાત સરળતાથી સમજી શકાશે. પોલિસી સજેશન અને પ્લાનિંગની પ્રક્રિયા ઝડપી બનશે. એજન્ટો આ ટેકનોલોજીની મદદથી પોતાના ગ્રાહકો સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકશે.
હવે દેશના અન્ય શહેરોમાં વિસ્તરણની તૈયારી
ગુજરાતમાં મળેલી ભવ્ય સફળતા બાદ DROOU સ્ટાર્ટઅપે પોતાના નેશનલ એક્સપાન્શન પ્લાનની પણ જાહેરાત કરી છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે આગામી મહિનાઓમાં આ “AI ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ – લાઈવ શો” ભારતના અન્ય મોટા શહેરોમાં પણ યોજવામાં આવશે, જેથી દેશભરના વીમા એજન્ટોને આ આધુનિક AI ટેકનોલોજીનો લાભ મળી શકે.
