ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજથી ચાર દિવસનો યુદ્વ વિરામ, મહિલાઓ અને બાળકોને મુક્ત કરાશે
Live TV
-
ચાર દિવસના યુદ્ધવિરામમાં 50 બંધકોને મુક્ત કરવામાં આવશે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજથી ચાર દિવસનું યુદ્ધ સંઘર્ષ વિરામ શરૂ થશે. આજે સાંજે 4 વાગ્યે બંધકોને મુક્ત કરવામાં આવશે. કતારના મધ્યસ્થીઓએ જણાવ્યું હતું કે, 13 ઈઝરાયલી નાગરિકોને મુક્ત કરવામાં આવશે, મહિલાઓ અને બાળકો હશે. ચાર દિવસના યુદ્ધવિરામમાં 50 બંધકોને મુક્ત કરવામાં આવશે. આ દરમિયાન ઈઝરાયેલમાં કેદ પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.
ઈઝરાયલે પુષ્ટી કરી છે કે, ગાઝામાંથી મુક્ત કરવામાં આવનાર નાગરિકોનું પ્રારંભિક લિસ્ટ મળ્યું છે. 7 ઓક્ટોબરથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કતરના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ.માજિદ બિન મોહમ્મદ અલ અંસારીએ જણાવ્યા અનુસાર ‘રેડક્રોસ અને પેલેસ્ટાઈન રેડ ક્રિસેંટ સોસાયટી બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હશે. બંધકોને કઈ રીતે મુક્ત કરવામાં આવશે તેના વિશે જાણકારી ના આપી શકાય. બંને પક્ષ સંઘર્ષ વિરામની શરતોનું ઉલ્લંઘન નહીં કરે તેવી આશા છે.’
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા હેન્ડલ X પર જણાવ્યું છે કે, ‘IDFના લડાકૂ વિમાનોએ ખાન યૂનિસમાં હમાસ નૌસેનિક બળના કમાન્ડર અમર અબૂ જલાલાહને ઠાર કર્યો છે.’