Skip to main content
Settings Settings for Dark

ઈરાનના ખર્ગ આઇલેન્ડથી પોરબંદર 6 મેટ્રિક ટન LPGનું ટેન્કર આવ્યુ પોરબંદર

Live TV

X
  • સમગ્ર દેશ અને પોરબંદરમાં એલ.પી.જી.ગેસની અછત વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે.યુદ્ધની સ્થિતિ વચ્ચે પોરબંદરની જે.ટી.પર ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે પોરબંદરની જેટી પર 6 હજાર મેટ્રિક ટન ભરેલ વધુ એક LPG ગેસ ભરેલ ટેન્કર પોરબંદરની જેટી ખાતે આવી પહોંચ્યું છે.ત્યારે અગાઉ પણ એક ટેન્કર પોરબંદર ખાતે ગેસ લઈને આવ્યું હતું.

    ખાડી દેશોમાં યુદ્ધના પ્રારંભે જ સમગ્ર વિશ્વમાં સમુદ્રી માર્ગ મારફતે થતા આયાત અને નિકાસ ઠપ્પ થયો હતો.ઈરાન દ્વારા યુદ્ધ દરમ્યાન તેમના સમુદ્રી માર્ગ પર તમામ દેશોના ટેન્કરો અને શિપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જેને લઈને ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં ક્રૂડ ઓઇલ ગેસ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઉભી થઇ હતી ત્યારે ભારતમાં પણ ગેસના ટેન્કરો યુદ્ધને લઈને આવક બંધ થતા ગેસની અછત ઉભી થઇ છે જેને લઈને અમુક કંપની દ્વારા ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો પણ કરી દેવામાં આવ્યો હતો ત્યારે એલ.પી.જી ગેસની અછત વચ્ચે પોરબંદરમાં સારા સમાચાર સામે આવ્યા છે.પોરબંદરની જેટી પર અગાઉ સ 4000 મેટ્રિક ટન જથ્થો સાથે એક એલ.પી.જી ટેન્કર પહોંચ્યું હતું.ત્યારે વધુ એક ટેન્કર ઈરાનના ખર્ગ આઇલેન્ડ થી 6000 મેટ્રિક ટન એલ.પી.જી લઈ અને ઓમાન થી પોરબંદર પહોંચ્યું છે.આ ટેન્કરનો એલ.પી.જી.નો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલ.પી.જી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply